Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijaykumar Jadav

Others

3  

Vijaykumar Jadav

Others

થયો છું

થયો છું

1 min
7.0K


આ પત્થરો માંહીં તો હું મોટો થયો છું;
તેથી જ તો આતમબળે ખાતો થયો છું.

લોકે ભલે જળમાં મને દીધો છે દાબી;
માટીનો માણસ છું ને પરપોટો થયો છું.

પૂજાય છે ઇશ્વર બની માટી મહીંથી;
'ને એ જ માટીમાંથી હું લોટો થયો છું.

કુદરત કળા જબરી કરે છે આ જગતમાં;
કે આ જ માટી ચૂસી ગલગોટો થયો છું.

વખતોવખતના ખેલ છે આ તો 'વિજયજી'
માટીની ભીંતે આજ હું ફોટો થયો છું.


Rate this content
Log in