Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અંતર પ્રેરણા...
અંતર પ્રેરણા...
★★★★★

© Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

1 Minutes   7.2K    4


Content Ranking

એને જોયા પછી તો એ મારી અંતર પ્રેરણા પ્રેમથી બની ગયા
ને બંધ બીજનાં શમણાઓ હકીકત બની ફણગી ને ઉગી ગયા

જુઠી તમન્નાઓ સઘળી હવે તો બની ગઈ છે અચાનક નિરર્થક
ને મૌનના સંવાદો આ જીવનમાં કૈક નવા સત્યાર્થ ભરી ગયા

એક કમી કાયમ ખૂંચતી રહેતી હતી અમથી અમથી અંદર અંદર
દબાયેલા દુઃખ ઝરણા ખુશીઓના થઈને આ આંખોથી ફૂટી ગયા  

મજબૂરી અને ભૌતિક દૂરીમાં પણ ક્યાં હતા આપણે કદી અપૂર્ણ
ભિન્નતા બની અભિન્નતા એમ મન એકમેકના પૂર્ણ રૂપે ભળી ગયા

ચાહતના વગર કિનારાનાં સમંદરના આપણે સંસારી સાગરખેડુ
એક બીજાને હેતેથી બનાવી હલેસા ને ભવસાગર પાર કરી ગયા

જ્યારે જ્યારે મેં આ જાતને જલાવી છે ફેલાવવા "પરમ" પ્રકાશ
એ ગમે તેમ કરીને પણ "પાગલ" પવન બનીને પહોંચી જ ગયા

અછાંદસ કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..