Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Romance Others

3  

Drsatyam Barot

Romance Others

અંતરના અજવાળા

અંતરના અજવાળા

1 min
13.5K


અંતરના અજવાળા સાથે કરવા છે સરવાળા,

આંબા કેસૂડાની સાથે પીવા છે ગરમાળા.

અડધા પડધા શ્વાસો મેલી ચાલ્યાં જાશું આજે,

જે 'લા કદી પાછા ન આવે જેમ વખતના કાજે.

હવે કોયલના ટહુકે અમે કરશું કદી ના ચાળા,

અંતરના અજવાળા સાથે કરવા છે સરવાળા.

કા..કા...કરતાં ફાગ જેવા કાગે જાણ કીધી,

હાફી હાફી છેલ્લા શ્વાસે ઘોડે વસંત પીધી.

પતંગિયાની પાખે ભરશુ શ્વાસોના ઉચાળા,

અંતરના અજવાળા સાથે કરવા છે સરવાળા.

ડૂસકે ડૂસકે અટવાતુ એ મોત ભેળું આવે,

જાણે શ્વાસો ભેળી ઊડતી સાથે વેળુ આવે.

જીવવા માટે કરવા નથી દોરા-ધાગા કાળા,

અંતરના અજવાળા સાથે કરવા છે સરવાળા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance