Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mahebub Sonaliya

Others

1.0  

Mahebub Sonaliya

Others

અભાવ બોલે છે

અભાવ બોલે છે

1 min
11.1K


કમી છે કોઇ જીવનમા અભાવ બોલે છે,

રહું છું મૌન છતાં હાવ-ભાવ બોલે છે.


હું તારા શહેરની મોકાની ઇમારત તો નથી,

કે વાત વાતે બાધા મારો ભાવ બોલે છે.


નથી નશામાં છતાં ભાનમાં ય નૈ આવું,

તમારી યાદ પીધી છે પ્રભાવ બોલે છે.


વિહંગ જીવનું ભોળું અને જગત ચાલાક,

એ જાળ હાથમા લૈ,"આવ આવ..."બોલે છે !


અ રે કાં મિત્ર બધા બ્હાર મળવા બોલાવે,

કદાચ આંગણું ઘરનો સ્વભાવ બોલે છે


હે જીંદગી હું તને કલ્પનામાં જીવું છું,

મુકામ કેવો હશે ? ક્યાં પડાવ બોલે છે


હશે સંબંધની સીમા અતિચરમ `મહેબુબ`

પૂરાવા રુપે તમારા આ ઘાવ બોલે છે !


Rate this content
Log in