Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bijal Gadhia

Tragedy

5.0  

Bijal Gadhia

Tragedy

વરસાદ અને તેની યાદ

વરસાદ અને તેની યાદ

2 mins
376


વરસાદ આવે ત્યારે તું યાદ આવે, પણ તુંં યાદ આવે ત્યારે ઓછો કાંઈ વરસાદ આવે,

આવી જ વરસાદની મૌસમમાં મિત્રોની ટોળી જામી હતી,

મોરના ટહુકા અને માટીની સોડમ સાથે ચ્હાની ચુસ્કી ભળી હતી.


ચ્હા સાથે હતી મારી જૂની પ્રીત, જાણે કે ઢળતી સંધ્યાએ વાગતું, વાંસળીનું આહલાદક સંગીત....

આજે અચ્હાનક સંગીતમાં ખલેલ પડ્યો,

જ્યારે તારો મીઠો સાદ મારા કાને પડ્યો,


સાદ સાંભળી તને જોવા હું પાછળ ફર્યો.

તને જોતા જ મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું,

જાણે કે મારી રુહ ને કોઈ સરનામું મળી ગયું,


રૂપ તારું મોહક અને, આંખો તારી પ્રિયદર્શી

સ્વપ્ન હતી કે હતી કલ્પના કે હતી મારા ઉરની તુંં "ઉર્વશી"


દિવસ વીત્યો, રાત વીતી,

ફરી પાછી એ ઢળતી સંધ્યા,

ચ્હાની ચુસ્કી, અને તને જોવાની પ્રિતી,

બની ગયો આજ મારો અનુક્રમ....


સમયની સાંકળ થંભી ગઈ,

ખબર જ ના પડી કે તુંં ક્યારે મારી જરૂરત બની ગઈ,

ના કોઈ વાદ, ના કોઇ સંવાદ,

બસ તુંં, હું, મારી ચ્હા અને આ વરસાદ.


નક્કી કર્યુ વરસાદની એક સાંજના સરનામે,

કે ક્યારે તુંં આવીને મારા દિલને શણગારે,

કહું જે વાત છે મારા મનમાં....

કે ક્યારે તુંં પગલા પાડે મારા જીવનમાં...


પછી,

એજ ઢળતી સાંજ, ચ્હા અને વરસાદની ફરફર,

વધતી જતી દિલની ધડકન, ને તારી રાહ જોતી મારી નજર,


              કે ક્યારે તુંં આવે?

              ક્યારે તુંં આવે?


અટકી ગઈ ફરફર, શરૂ થયો પછેડીવાટ,

જીભ મારી ચંપાઇ ગઇ, પડ્યો દિલ પર મોટો ઘાત,


મારી ચ્હા મારા હાથમાંથી સરકી ગઈ હતી,

જ્યારે જાણ્યું કે તુંં તો પહેલેથી જ કોઈની પરિણીતા હતી.


મારી આંખમાંથી નીકળેલો અશ્રુ, વર્ષાનાં છાંટામા છુપાઈ ગયો,

આમ ચ્હા મારી દુશ્મન અને વરસાદ મારો પરમ મિત્ર બની ગયો,


લે જો આજે ફરી પાછો વરસાદ આવ્યો!

અને,

વરસાદ આવે ત્યારે તું યાદ આવે,

પણ તુંં યાદ આવે ત્યારે ઓછો કાંઈ વરસાદ આવે!


અને હવે

રૂક્ષમણિ કહે છે કૃષ્ણ ને કે " ચાલ ક્રિષ્ના વરસાદમાં ઝૂલી લઈએ,

પણ ઝૂલો જોઈ કૃષ્ણને તો રાધા બસ તારી જ યાદ આવે!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy