Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

ધોધમાર વરસાદમાં

ધોધમાર વરસાદમાં

1 min
13.2K


લાગણીઓનાં ધોધમાર વરસાદમાં પલળેલી
મારી,
ભીની ઇચ્છાઓને લાવ જરા તડકે સૂકવવા નાંખું,

નારાજગીની વાડ પર આછી આછી હમણાં ઊગેલી,
આ લીલીછમ ચાહતને ચાલ આજે મન ભરીને ચાખું.

મન તો બન્યું છે પતંગિયું મારું ચોમેર કરે ઉડાઉડ,
માને ના કહ્યું બીલકૂલ એ તો,કેમ કરી બેસાડી રાખું.

હૈયાના બાગમાં ખીલ્યાં છે સેંકડો ગુલાબ ને મોગરા,
એમાં ઊડતા આ સ્પંદનોના ટહૂકાને કેમ છાના રાખું.

ને હમણાં જ તાજી ફૂટેલી નવી ઉર્મિઓની કૂંપળોને,
હળવે હાથે 'જશ' પંપાળવાનું આમ જ ચાલું રાખું. 


Rate this content
Log in