Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આટલું વહાલ
આટલું વહાલ
★★★★★

© Jashubhai Patel

Others

1 Minutes   6.8K    7


Content Ranking

ન વરસાવો આટલું વહાલ, મરી જઈશું અમે,
ન લડાવો આટલાં લાડ, ઢળી જઈશું અમે.

ભલે થાય અમારી ભૂલ,
ન જશો તમે કદી દૂર,
પાનખરમાં પર્ણની જેમ, ખરી જઈશું અમે,
ન વરસવો આટલું વહાલ, મરી જઈશું અમે.

ઉષ્મા ઝંખે હૈયું અમારું,
શીતળ શીતળ દિલ તમારું,
ન ખોલો બારી દિલની, ઠરી જઈશું અમે,
ન વરસવો આટલું વહાલ, મરી જઈશું અમે.

કરશું પ્રેમ દિન રાત,
માનીશું તમારી વાત,
કહેશો તમે જે બધુંય, કરી જઈશું અમે,
ન વરસાવો આટલું વહાલ, મરી જઈશું અમે.

આવે ભલે તોફાનો લાખ,
જો હશે તમારો સાથ,
ગમે તેવો તુફાની દરિયો, તરી જઈશું અમે,
ન વરસવો આટલું વહાલ, મરી જઈશું અમે.

જાઓ તમે જ્યાં જ્યાં,
સંતાડો ભલે ગમે ત્યાં,
'જશ' મોંઘામુલું દિલ તમારું , હરી જઈશું અમે,
ન વરસવો આટલું વહાલ, મરી જઈશું અમે.

ન વરસાવો આટલું વહાલ, મરી જઈશું અમે,
ન લડાવો આટલાં લાડ, ઢળી જઈશું અમે.

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..