એવાય દિવસો આવશે
એવાય દિવસો આવશે
1 min
992
એવાય દિવસો આવશે કે
સ્ત્રીઓ ઈંડા મુકશે ને
પુરુષો છોકરા જણશે,
પ્રેમિકાને હનીમૂન માટે ચંદ્ર લઈ જશે ને
એલિયનો હુમલા કરશેને
મંગલ ગ્રહથી શુક્ર ગ્રહ સુંધી દોડશે
ને ક્યારેક સૂર્ય સાથે વાંકુ પડે તો
બીજા સૂર્યને સળી કરશે ને
ગુરુમાં બુઢાપો ગાળવા કે
વેકેશનમાં ફરવા જશે
ને પાછા અવર ચંડા એવા કે તારાને
લેસરથી બાંધીને ફૂટબૉલ રમશે
જાણે કે બ્રહ્માંડ એના
બાપનો બગીચો ના હોય
ને ખેતી કરવા માટે તો નેપ્ચુન,
પ્લુટો ને યુરેનસમાં
ઉલ્ટા ઝાડો વાવશે