Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Valibhai Musa

Romance

3  

Valibhai Musa

Romance

તમે, કોમળ કોમળ !

તમે, કોમળ કોમળ !

1 min
14K


ફૂલો તણી સેજમાં ઉછર્યાં,

તમે કોમળ કોમળ !

હળવી હથેળીઓમાં ઝૂલ્યાં,

તમે કોમળ કોમળ !

કંપતે હાથે કન્યાદાન પામ્યાં,

તમે કોમળ કોમળ !

અગનસાખે જીવતર જોડ્યાં,

તમે કોમળ કોમળ !

ભરથાર તણી હૈયાભોમ અજાણી,

તમે કોમળ કોમળ !

પોચી ધરા જાણી આદર્યાં વસમાં ખેડાણ,

તમે કોમળ કોમળ !

માંહ્ય અથડાતા દોહ્યલા પ્હાણ,

તમે કોમળ કોમળ !

દૂર રહી નિરખું એ આકરી મથામણ,

તમે કોમળ કોમળ !

નિસાસા ઊનાઊના છેડું,

તમે કોમળ કોમળ !

ઝેરનાં પારખાંની કીધી ઉતાવળ,

તમે કોમળ કોમળ !

અમારી હૈયાભોમ ના હતી અજાણી,

તમે કોમળ કોમળ !

ગુહય આંસુડેથી ભીંજવેલ એ ભોમ,

હતી તો સાવ કોમળ કોમળ !

શીદને હાલ્યાં તમે ખેડવા એ પ્હાણ,

તમે તો હતાં કોમળ કોમળ !

ભલે આદર્યો ચાસ પૂરો કરજો,

છો તો તમે કોમળ કોમળ !

બીજો ચાસ નાંહી લેજો હવે હાથ,

તમે તો રહ્યાં કોમળ કોમળ !

પહેલા ચાસે ચાસે વહી આવો અમ પાસ,

અમે તો સાવ કોમળ કોમળ !

વચાળે ભલે એથીય કઠણ શેઢાની ધાર,

તમે કોમળ કોમળ !

હામ ભીડી વીંધી દ્યો એ ધાર આરપાર,

તમે કોમળ કોમળ !

અમે તલસીએ તીણી તમ હૈડાની ધાર,

તમે કોમળ કોમળ !

ફૂલોની સેજમાં ફરીકાં રમાડશું,

તમે કોમળ કોમળ !

હળવી હથેળીઓ મારગડે બિછાવશું,

તમે કોમળ કોમળ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance