Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gaurang Thaker

Others

3  

Gaurang Thaker

Others

પડછાયા.

પડછાયા.

1 min
12.8K


ચાલ પાણી બતાવ, પડછાયા,
જાત મારી તરાવ, પડછાયા.

કોઇ વેળા તો મારો પડછાયો,
ઝાડ જેવો બનાવ, પડછાયા.

આ તો તારા પ્રભાવની હદ થઇ,
મેં ગુમાવ્યો સ્વભાવ, પડછાયા

મેં બધું વેચવા જ કાઢયું છે,
તારો બોલી દે ભાવ, પડછાયા.

રોજ સાંજે તું બેવફાઇ કરે,
તો ય તારો લગાવ, પડછાયા?

મારી સાથે હું ગુફતગૂમાં છું,
આવ,સાંભળવા આવ,પડછાયા.

આ તને સૂરજે બનાવ્યો છે,
તારી ઓળખ બનાવ,પડછાયા


Rate this content
Log in