Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

કેસૂડો ઘોડે ચડીને...

કેસૂડો ઘોડે ચડીને...

1 min
14K


કેસરી સાફો ચડાવી આવે છે દરબારમાં,
કેસૂડો ઘોડે ચડીને હણહણે કુંજારમાં?

હર્ષઘેલી થૈ ચમેલી, રાતરાણી ને જૂઈ,
ફાગણી ગીતોની લ્હાણી, લ્યો કરે સંસારમાં.

કેફ જાનૈયા પવનનો સાવ નોખો ને છતાં,
સ્હેજ પણ લથડ્યા વિના પોંખાય શિષ્ટાચારમાં.

એક હોલિકા બળે ઇલાજ એનો થાય પણ,
રોજ બળતી કૈં અહીં લાચાર નર્કાગારમાં.

હો નશો જો ભાંગનો ‘પ્રજ્ઞા’ હજી પણ ઊતરે,
કેફ શબ્દોનો ચડે, શું ઊતરે પળવારમાં!?


Rate this content
Log in