કરું
કરું
આભ સામે મીટ માંડી જોયા કરું,
વળી વીતેલા વખતને વાગોળ્યા કરું.
સરી ગઈ તક સ્નિગ્ધ થૈ હાથથી,
મનોમંથને વિચારોને ઘોળ્યા કરું.
નથી રહ્યા રંગો હવે જીવતરમાં,
પીંછી કરગ્રહીને રંગોને પૂર્યા કરું.
સન્મુખ ઉન્નત અવકાશ કહી રહ્યું,
નિતનવા આશાના તંતુ વણ્યા કરું.
અરમાનોનો દરિયો ઘૂઘવતો વળી,
નીર મીઠું ખોબલે ખોબલે ધર્યા કરું.