હું અને મારી ગઝલ
હું અને મારી ગઝલ
1 min
14K
આજ એની યાદમાં છે, હું અને મારી ગઝલ,
એમની ફરિયાદમાં છે, હું અને મારી ગઝલ..
એ કહે ભૂલી ગયા છે સાવ મારા પ્રેમને,
તોય એના સાદમાં છે, હું અને મારી ગઝલ..
એ હતા સામે અને હું કંઈ જ ના બોલી શક્યો,
મૌનનાં સંવાદમાં છે, હું અને મારી ગઝલ..
હર ગઝલમાં, હર નઝમમાં, એમની બસ વાત છે,
શાયરોની દાદમાં છે, હું અને મારી ગઝલ..
એમનું મેં નામ લીધું એક મારા શેરમાં,
કેટલા વિખવાદમાં છે, હું અને મારી ગઝલ..