Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એવું કોણ કહે છે
એવું કોણ કહે છે
★★★★★

© Jashubhai Patel

Others

1 Minutes   6.8K    4


Content Ranking

તારાઓમાં ખૂબસુરતી નથી એવું કોણ કહે છે 
માત્ર ચન્દ્ર જ રૂપાળો છે એવું કોણ કહે છે 

નદીઓ પણ કેવી ગાંડીતૂર બનીને દોડે છે બધી 
સાગર જ હોય છે ઘેલો એવું કોણ કહે છે 

પેલા ભમરાઓ પણ ખુશખુશાલ ઊડે છે કેવા
એકલા ફૂલને જ ગરજ છે એવું કોણ કહે છે 

છૂપાવીને સ્નેહને હૈયામાં કેવા હસો છો તમે 
કદર જ નથી તમને પ્રેમની એવું કોણ કહે છે 

મંજૂર છે તમારી જીદ, ને ગુસ્સો પણ તમારો 
એ બધું ગમતું નથી 'જશ' એવું કોણ કહે છે 

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..