Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ફટકો લાગે છે!
ફટકો લાગે છે!
★★★★★

© Vijaykumar Jadav

Others

1 Minutes   1.3K    1


Content Ranking

આહા! આજે તો શું ફટકો લાગે છે!
કાળજાનો જાણે કટકો લાગે છે.

હાથ એનો પગનાં જૂતાં કાઢે છે;
ભાઈ, અહિયાંથી તો છટકો લાગે છે.

વીજળીનાં થાંભલા જેવી છે તું;
ટચ કરું તો ભારે ઝટકો લાગે છે.

આ પરી જેવાં તું વસ્ત્રો પ્હેરે છે-
ત્યારે, તું માખણનો મટકો લાગે છે.

ઓય જાનું આટલી તું લાંબી છે-
કે, 'વિજય' તો સાવ બટકો લાગે છે.

માપ રાખો તો વધું સારું 'વિજય',
રાત બહુ થઈ ગઈ અબ અટકો લાગે છે.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..