Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મને બહુ ગમે છે ,
મને બહુ ગમે છે ,
★★★★★

© Jashubhai Patel

Others

1 Minutes   6.4K    1


Content Ranking

તમારી યાદો મને બહુ ગમે છે,
કારણકે તે મારી સંગે રમે છે.

પડછાયાને પ્રિત કોણ કરે?
ડૂબતો સૂરજ કોને ગમે?
ગમતું , ન ગમતું લઇને ઘુમે છે,
તમારી યાદો મને બહુ ગમે છે .

કોયલની જેમ ટહૂકે,
ફુલોની જેમ મહેંકે,
ચાંદ બની વાદળને ચુમે છે,
તમારી યાદો મને બહુ ગમે છે.

ધરતીની જેમ ઝીલે ભાર,
લે નહિ જરીય આરામ.
કેટલીય યાતનાઓને તે ખમે છે .
તમારી યાદો મને બહુ ગમે છે .

ક્યારેક તે સતાવે,
ક્યારેક તે હસાવે,
'જશ' ખુશ થઇને કેવી ઝુમે છે,
તમારી યાદો મને બહુ ગમે છે .

તમારી યાદો મને બહુ ગમે છે,
 કારણકે તે મારી સંગે રમે છે .

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..