Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

રીત નથી કૈં એ પણ ખોટી

રીત નથી કૈં એ પણ ખોટી

1 min
14.5K


રીત નથી કૈં એ પણ ખોટી,
બોખા મોંએ માર સિસોટી.

હર કામોમાં લાવ હથોટી,
મળતી જાશે એમ જ રોટી.

પ્હોંચ્યો છું હું આજે જ્યાં પણ,
સર, ટીચરની ખાતાં સોટી.

સામે ચાલી હારી જાવું,
એવી કેવી થાય કસોટી.

ડાઘ પડે જો મનના વસ્ત્રે,
કામ ન આવે એકે ગોટી.

બાળક થઈને રમવા લાગ્યો,
દીઠી જ્યાં મેં એક લખોટી.

લાગે મોટા, મનથી નાના,
વાતો એની મોટી મોટી.


Rate this content
Log in