Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Heena Pandya (ખુશી)

Others

4  

Heena Pandya (ખુશી)

Others

બદલાય છે

બદલાય છે

1 min
420


આજ કાચીંડા સમો એ રંગ પણ બદલાય છે,

કે પડે જો વાંકુ સાથે સંગ પણ બદલાય છે.


રોજનું ચાલ્યા કરે છે આ ઉપર નીચે અને,

જિંદગીને જીવવાનો ઢંગ પણ બદલાય છે.


શ્વાસ લેવાં આ હૃદય 'ને આંખ કે બીજું કશું,

મેં ગણ્યું છે જાતનું એ અંગ પણ બદલાય છે.


સાથ છે જે હર ઘડી એ આવશે છળવાં કદી,

કાફલો છોડી જશે તો જંગ પણ બદલાય છે.


એ સમજ આવે "ખુશી" તો તું પછી વીંધી શકે,

આ જગતમાં કેટલાં જો વ્યંગ પણ બદલાય છે!


Rate this content
Log in