Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijaykumar Jadav

Others

2  

Vijaykumar Jadav

Others

થાયે છે

થાયે છે

1 min
6.6K


કરો ના ચેષ્ટા આવી કષ્ટ થાયે છે,
આ કાયા પણ હવે તો ત્રસ્ત થાયે છે.

છે જબરી શક્તિ ગુરુજીના ચરણમાંહીં,
કરમ ખોટાં બળીને ભસ્મ થાયે છે.

વધી જાયે છે જ્યારે પણ આ અતિશયતા
પછી હોયે ગમે તે, ધ્વસ્ત થાયે છે.

ન કર હદ થી વધું અભિમાન ઓ માણસ,
સમય થાતાં રવિ પણ અસ્ત થાયે છે.

નજર ત્રાંસી કરીને આપનું જોવું,
ઇરાદો આપનો ઐ સ્પષ્ટ થાયે છે

ઊભાં રો' છો તમે આવી અહીં ત્યારે,
નયનમાં વિશ્વ આખું નષ્ટ થાયે છે.

બને એવું ઘણી વેળા ગઝલમાંહી,
શબદ હો દીર્ધ તોયે હસ્વ થાયે છે.

મને છાતીમહીં ડાબી તરફ કાયમ,
દુઃખે છે કેમ? એનો પ્રશ્ન થાયે છે.

સદા તૈયાર છું હું તો તને મળવા,
જિગરમાં રોજ મારા જશ્ન થાયે છે.


Rate this content
Log in