Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ninad Adhyaru

Others

4  

Ninad Adhyaru

Others

મહેંદીના સમ

મહેંદીના સમ

1 min
13.7K

માત્ર પડઘાઓ છે, કોઇ તાળી નથી,
તું નથી તો દિવાળી દિવાળી નથી.

તું હતી તો હતી રોશની-રોશની,
તું નથી તો આ રાતો રૂપાળી નથી.

પાની ઊંચી કરી ફૂલ તું તોડતી,
બાગ તો એજ છે પણ એ ડાળી નથી.

એ મહેંદીના સમ, આવીજા..આવીજા,
જે મહેંદી હજુ તેં પલાળી નથી.

એના હર એક અક્ષરની પૂજા કરું,
એની ચિઠ્ઠી મેં એક્કેય બાળી નથી.

જિંદગી આખી મારી એ ટાળી ગયા,
વાત જેની કદી પણ મેં ટાળી નથી.

રાતમાં બેવફાઈને ઘોળી 'નિનાદ',
આ ગઝલને મેં અમથી ઉજાળી નથી.

Rate this content
Log in