Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandip Pujara

Others

4  

Sandip Pujara

Others

માનશો ?

માનશો ?

1 min
13.3K


હાથની રેખા બધી સીધી કરી છે, માનશો?
જિંદગીને મેં અમી પીતી કરી છે, માનશો?
 
સાવ નાની સોયનું નાકું મને મોટું દીસે
આંખ મારી એટલી ઝીણી કરી છે, માનશો?
 
આંગણે આવી હતી, પાછી કદી વાળી નથી
વેદના અંગે ધરી, પીઠી કરી છે, માનશો?
 
ફૂલ ખરવાની તમે ઘટના સહજ ગણતા હશો
રોજ સાંજે, આંખ મેં ભીની કરી છે માનશો?
 
બારણે તોરણ સમો શણગાર હૈયે લાગતો
નામ નીચે એમના, લીટી કરી છે માનશો?
 
 
 
 
 


Rate this content
Log in