ગઝલ- પ્રેમ થયો
ગઝલ- પ્રેમ થયો
1 min
6.8K
જોને ચાવીને તાળા સાથે પ્રેમ થયો ,
વાસેલાં દ્વારોને પણ થોડો વ્હેમ થયો.
સાત સમંદર પેલે પાર વિચારો કર્યા,
પાછું હૈયાને અમસ્તું પૂછ્યું કેમ થયો?
આઘેથી એ જ હવાને ચૂમી લીધી મેં,
સ્પર્શી પારસમણિ સમજીને તો હેમ થયો.
રાત દિવસ સૂર્યની માફક જાતે સળગ્યો
કારણ બસ ખુદ સળગીને આજે ક્ષેમ થયો.
કાયમ, બેફામ, ર.પા, ના રસ્તે ચાલ્યો,
બસ, હોઠે છંદો રાખીને કવિ એમ થયો.