Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Brijesh Panchal Madhurlalit

Others

4  

Brijesh Panchal Madhurlalit

Others

બસ અજવાળું લાગે છે

બસ અજવાળું લાગે છે

1 min
21K

જો... ઘરમાં અંધારું કેવું લાગે છે,
મા ઉભી ત્યાં બસ અજવાળું લાગે છે.
 
દુનિયા ખોટું કહે; ખોટું માનું છું હું,
મા ખોટું કહે તો પણ સાચું લાગે છે!
 
મા; અડકી લે જે આ દરિયાનું પાણી,
હજુ સુધી એ પાણી ખારું લાગે છે!
 
મા કહે’, મેં ખાધું; તું ખાઈ લે બેટા તો-
સમજી જા જમવાનું ઓછું લાગે છે.
 
સમજાવે કોણ ‘મધુર’ આ પેઢીને મોમ-
ને મમ્મી કરતા મા સારું લાગે છે.

Rate this content
Log in

More gujarati poem from Brijesh Panchal Madhurlalit