હોય નહીં
હોય નહીં
1 min
13.6K
તું નથી તો આ જગત પણ હોય નહીં !
શ્રેષ્ઠ બીજું કોઈ સગપણ હોય નહીં !
એવી કોઈ એક પણ ક્ષણ હોય નહીં,
બાળપણ ના હોય, ઘડપણ હોય નહીં !
હોય નહીં સૂરજ તો લાગે છે મને,
જાણે પડછાયાનું કારણ હોય નહીં !
કેમ કહેવું કે તું બેસી જા હવે,
ચાડિયો છે એને ઘૂંટણ હોય નહીં !
જોઉં પોતાને હું તારી આંખમાં,
આવું સાચું કોઈ દર્પણ હોય નહીં !