Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

જય ગોવિંદા જય ગોપાલા.

જય ગોવિંદા જય ગોપાલા.

1 min
6.8K


પોપટ પેઠે પઢતાં રહેવું જય ગોવિંદા જય ગોપાલા;

ઢાળ મળે ત્યાં ઢળતાં રહેવું જય ગોવિંદા જય ગોપાલા

.

એકમેકને દેખ્યા તોયે ના દેખ્યાના જેવું કરવું;

પોતાનું બસ કરતાં રહેવું જય ગોવિંદા જય ગોપાલા.

ધૂન મજાની એવી જામી તું ખોવાયો; હું ખોવાયો;

શબદ શબદ ત્યાં જપતા રહેવું જય ગોવિંદા જય ગોપાલા.

અરથ ન એકે ગાંઠે બાંધ્યો શ્લોકો સરખું ગોખી નાખ્યું;

આપણ તો બસ લખતાં રહેવું જય ગોવિંદા જય ગોપાલા.

કવિતા તો છે કરવા જેવું કામ છતાં પણ કરવું ક્યાંથી ?

આંસુ સાથે ઝરતાં રહેવું ? જય ગોવિંદા જય ગોપાલા !


Rate this content
Log in