Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
માળો
માળો
★★★★★

© Mana Vyas

Inspirational

1 Minutes   6.9K    8


Content Ranking

હવે નથી પંખીનો કલરવ કોઈ
માળો થયો અહીં ખાલી છે.

સેવ્યાં'તા જે શમણાં બધાં, એ
નવા ગગનની વાટ ઝાલી છે.

લીધી'તી બધી મોસમથી ટક્કર
પણ વિરહની ૠત બહુ સાલી છે.

લચી પડ્યાં સુમન કંઈ ભારથી
મૂળિયાસોત ઊખડ્યો માળી છે.

જે સળી સળી ગોઠવી'તી નીડમાં
સઘળી ખરે, એવી  હવા ચાલી છે.


      

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..