Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Inspirational Others

3  

'Sagar' Ramolia

Inspirational Others

આભે સવારી

આભે સવારી

1 min
13.5K


આમ જોવા જાય તો આ મન મદારી હોય છે,

આખું જગ ડોલાવવા તેને ધખારી હોય છે.


સાબદા છે એબ બીજાની ઉઘાડી પાડવા,

કયાં કદીયે જાતને કો'એ ટપારી હોય છે ?


આમ તો એકાંતવાસી, કયાં કદી' કો'ને મળે !

થાય ઊભી જો ગરજ, ઓળખ વધારી હોય છે.


ટાંટિયાને ખેંચવા તૈયાર રે'તો તે સદા,

સાથમાં તો જીભની મોટી કટારી હોય છે.


માન 'સાગર' તેમને દો એટલું ઓછું પડે,

માણસો આવાની તો આભે સવારી હોય છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational