Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
હે પ્રભુ !
હે પ્રભુ !
★★★★★

© Chaitanya Joshi

Drama Fantasy

1 Minutes   14.4K    9


Content Ranking

તને ચાહીને ઝંખનારની જગત ટીકા કરે છે,

તને ચાહીને પામનારની જગત ટીકા કરે છે,


એમ નથી કૈં સરળ તને ચાહીને પામવાનું,

તને ચાહીને સમજનારની જગત ટીકા કરે છે,


' હું ' માંથી ' તું ' થૈ સર્વસમર્પણની વાત છે,

તને ચાહીને પ્રાર્થનારની જગત ટીકા કરે છે,


આમ તો અસમર્થ છે તને આંબવામાં એ,

તને ચાહીને હરખનારની જગત ટીકા કરે છે,


નહીં સહી શકે દુનિયા વધતી ઊંચાઈ તારી,

તને ચાહીને વદનારની જગત ટીકા કરે છે.

#God #society #people

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..