થાકી ગયો છું
થાકી ગયો છું
આરામ કરી કરીને થાકી ગયો છું
થાક ઉતરે એવું એક કામ શોધું છું
કહે છે સૌ પ્રેમ કરીને છલકી ગયો છું
ભરી લે કોઈ એવું એક પાત્ર શોધું છું
દરિયામાં વસવાટ છે ને તરસ્યો છું
છિપે તરસ એવું એક ટીપું શોધું છું
જીતવાની કોષિશોમાં હારી ગયો છું
હવે હારીને જીતું એવો દાવ શોધું છું
વગર ગુને અપરાધી બની ગયો છું
ગુનો કરીને કેદીની આઝાદી શોધું છું
ખૂબ લડી લડી ને હવે હાંફી ગયો છું
સ્થપાય શાંતિ એવુ છેલ્લૂ યુદ્ધ શોધું છું
અનુભવોથી ઘડાયને પાકી ગયો છું
ખરી પડાય એવી ભવ્ય ક્ષણ શોધું છું
તમને કોને કીધું કે હું મરી ગયો છું
હું તો મર્યા પછી નવું જીવન શોધું છું
'પરમ'ની શરાબથી બહેકી ગયો છું
હોશ લાવે એવું 'પાગલ' પન શોધું છું