Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bijal Gadhia

Romance Others

4.8  

Bijal Gadhia

Romance Others

તારી અને મારી વાત

તારી અને મારી વાત

1 min
7.4K


આજે જોઈ છે,

એક ખૂબસુરત પ્રભાત,

આગમન થયું વરસાદનું,

આવ્યો છે અષાઢ,


થાય વીજળીના ચમકારા,

ને વાદળનો ગડગડાટ

પળ ભરમાં ધોધમાર,

ને પળ ભરમાં શાંત,


મનપસંદ બસ બેજ જણ,

એક તુ ને એક વરસાદ,

બેસ તું મારી પડખે સવારથી રાત,

આમ જ, ચાલતી રહે,

બસ તારી અને મારી વાત.


મારા કાનમાં ગુંજ્યા કરે,

તારા મૌનનો અવાજ,

મારા હૃદયરૂપી સાગરમાં,

વહે પ્રેમનું જહાજ,

જો ને વરસે છે,

આ મેહુલો મુશળધાર,


ચાલ મૂકી દઈ,

આજે બધા કામ ને કાજ,

માણીએ આ સુંદર મજાની,

મઘમઘતી સાંજ,

બેસ તું મારી પડખે

સવારથી રાત,

આમ જ, ચાલતી રહે,

બસ તારી અને મારી વાત.


ક્યારેક ઝીણી ઝર ઝરમર,

અને ક્યારેક મોલમેહ વરસાદ,

વળી વળીને વરસે છે,

તારી મધુર મેહ યાદ,


મન મુકીને પોકાર કરે,

મારું હદય પાડે તને સાદ,

કેમ ના ભીંજાઈએ,

આપણે આ ફોરાંમાં

એક આજ મારી તને ફરિયાદ,


ચાલ પૂરી કરીએ આજ,

અધૂરી રહી ગઈ જે વાત,

બેસ તું મારી પડખે,

સવાર થી રાત,

આમ જ, ચાલતી રહે,

બસ તારી અને મારી વાત.


Rate this content
Log in