બની જાઉં,
બની જાઉં,
1 min
14K
દરિયો તું બને તો હું વાદળ બની જાઉં ,
ઓઢી લઇ આકાશ ને ઝરમર વરસી જાઉં .
આભ તું બને તો હું પંખી બની જાઉં,
સ્વપ્નોને તારા પાંખમાં લઇને ઊડી જાઉં.
ઉપવન તું બને તો હું કોયલ બની જાઉં,
આંગણમાં તારા હેતનાં ટહૂકા વેરી જાઉં.
નદી તું બને તો હું એક નાવ બની જાઉં,
તારા દિલના અરમાનોને પેલે પાર લઇ જાઉંં.
રણ તું બને તો હું મ્રુગજળ બની જાઉં,
અધૂરી તારી પ્યાસને 'જશ' આશ દઇ જાઉં.