Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

તિલક છાજે

તિલક છાજે

1 min
14.4K


ગઝલ ગેબી ગરિમા; ગૌરવાન્વિતનું તિલક છાજે;
અને તેથી રહું છું મસ્ત મૌલા હું સતત આજે!

કોઈ વરદાન જેવી આંખનો આશ્રય લીધેલો તો--
કબીરાઈ સમો આપા મળ્યો હોવાપણાં કાજે.

મળયું જો સ્થાન પંક્તિમાં મરીઝ ને શૂન્ય; ઘાયલની-કહે છે રાબિયાનું સત ગહન સાગર બની જાજે!

બન્યું જાણે શરીરી તંત્ર કો' તંબૂર મીરાંનો;
ભજન-પદ- ગાન જાણે કે હંમેશાં હરપળે બાજે!

રહ્યું ક્યાં ભાન કે અંદર-બહારે કોણ સળગે છે?
શબદ બસ સાંભળ્યો દીપક સમો ઝળહળ ફકત થાજે!


Rate this content
Log in