Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
થઈ ગયો
થઈ ગયો
★★★★★

© Purnima Bhatt

Others

1 Minutes   7.0K    6


Content Ranking

શબ્દની છાંટે ઉઝરડો થઈ ગયો,
આ ગઝલને પણ ઘસરકો થઈ ગયો.

શ્વાસ શાપિત હાંફતો'તો ભીતરે,
સ્પર્શથી એનાં મલપતો થઈ ગયો.

મૌનના પડઘા પડે છે મંદિરે,
ઘંટમાંથી રવ ટપકતો થઈ ગયો.

દર્દભીનો લ્યો મળ્યો રૂમાલ એ,
અશ્રુ ઝાકળમાં પલળતો થઈ ગયો.

શક્યતાનું એક વર્તુળ ના થયું,
શૂન્યમાં એકડો સરકતો થઈ ગયો.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..