Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Darji Aabhas

Inspirational Others

3  

Bharat Darji Aabhas

Inspirational Others

શું કરુ?

શું કરુ?

1 min
6.2K


શું કરું આ છાનાં ડુસકાનું શું કરું?

હૈયે લીધેલા આ ચાબખાનું શું કરું?

સહજતાથી સમજુ લાગણી તારી,

પણ તારા વહેતા આંસુનું શું કરું?

અણસમજુ હજી આ દિલ છે મારું,

દુનિયાદારીની આ સલાહોનું શું કરું?

રસ્તો એક જ છે એના મારા માર્ગનો,

વચ્ચે આવતા એ મુકામનું શું કરું?

સાંખીલે છે હ્રદય દુનિયાની વાતો ને,

વગર વાંકે આવતા નામનું શું કરું?

હું તો મારા મહી એકલો જ ભટકું,

મારા સાથે ભટકતા "આભાસ"નું શું કરું?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational