Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Purnima Bhatt

Others

2  

Purnima Bhatt

Others

બાંકડે.

બાંકડે.

1 min
1.2K


આભ હેઠું ઉતર્યું છે બાંકડે,
મોરનું પીંછું ખર્યું છે બાંકડે.

સ્તબ્ધ થઈ બેસી રહ્યાનું છે સ્મરણ,
ચિત્રકારે ચિતર્યું છે બાંકડે..

લઈ સુવર્ણી સોણલાં ઊંડું ગગન,
સ્વપ્ન પંખી ફરફર્યું છે બાંકડે.

ટેરવેથી સ્પર્શ એવો પીઘળે,
પુષ્પ રક્તિમ નિખર્યું છે બાંકડે.

આંખમાં આવી ગયા હર્ષાશ્રુઓ;
એક સરવર નિતર્યું છે બાંકડે.


Rate this content
Log in