Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dilip Ghaswala

Others

2  

Dilip Ghaswala

Others

કોતરકામ

કોતરકામ

1 min
7K


હૈયે કોતરકામ કરવું જોઈએ
મૂળથી ઊંડે ઉતરવું જોઈએ.
 
જાતને મળવા ગયો છે ટોચ પર,
ખુદને કહી દો પીગળવું જોઈએ.
 
આભની જો ઉંચાઈ જો હો પામવી,
સ્વપ્ન મંઝિલનું નીરખવું જોઈએ.
 
કોણ તારે આ ડૂબતી આ હોડીને?
ફુલ જેવા થઇ ને તરવું જોઈએ
 
તાજી તરવરતી હવાને પોંખવા
પ્રકૃતિમાં લ્યો ભટકવું જોઈએ
 
આંજવાને તેજ સૂરજનું "દિલીપ"
એક ચિત્તે ધ્યાન ધરવું જોઈએ


Rate this content
Log in