Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
નિષ્ફળ પ્રયાસો
નિષ્ફળ પ્રયાસો
★★★★★

© Dharmik Kotak

Others

1 Minutes   14.3K    9


Content Ranking

રાખ તારા કંઈ નથી નિષ્ફળ પ્રયાસો આગ છે;
એ તને લઈને જશે મંજિલ સુધી સુરાગ છે.

ઘાટ ધારેલો ઘડાશે માર તું થાક્યા વગર;
એક તો લોઢુ ગરમ એમાં ય પાછો લાગ છે.

ડાળ કાંટાળી છે એ પણ ફૂલ દેશે આખરે;
રેડ પરસેવો આ તારી જિંદગાની બાગ છે.

ક્યારની બેઠી છે દિલમાં સાચવી સાચો મણી;
ચાહને છંછેડ તારી ચાહ કાળો નાગ છે.

એટલે મારી હસી સુહાગણી થઈ ગઈ સદા,
આ જખમ 'ગોપાલ' મારા તેજનો સુહાગ છે

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..