Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Others

2  

Pramod Mevada

Others

છે ને.

છે ને.

1 min
1.4K


કૈં કેટલાય બનાવ જીવનમાં રોજ ઘટે જ છે ને,
રોજ કૈંક ઈચ્છાઓ અધૂરી અહીં મટે જ છે ને.
 
ત્યાગતા તો ત્યાગી દેવાશે સંસાર અહીં ક્ષણમાં,
કૈંક હજુય મનમાંથી તો રોજેરોજ હટે જ છે ને.
 
પીપાસા ક્યાં કેટલી કહેવાય હવે એ ન વિચાર,
તોય આ બાવરું મન તારું નામ રટે જ છે ને.
 
લાગર્યું તું તોફાનોમાંય મધદરિયે વહાણ અટુલું,
લાગણીઓ તો દેખાતી હંમેશ એ તટે જ છે ને.
 
વહેંચાતાં વહેંચી દીધી સઘળી વેદના શબ્દો
માં, એક જંજાવાત ચાલતો મનમાં વટે જ છે ને.
 
ફૂંકાતા રોજે રોજ વાવાઝોડા કાંઈ કેટલાય,
અફર સ્થાન તારું આ હૃદયમાં ડટે જ છે ને.
 
કાશ...કદાચ...વચ્ચે અટવાતો રહ્યો હરદમ,
અલગારી સ્મિત બંધાયુ તો તારી લટે જ છે ને.


Rate this content
Log in