લગાવ
લગાવ
નજરથી હૃદયનો પ્રસ્તાવ જડી ગયો,
તારી જોડે કેવો લગાવ થઇ ગયો,
સમય પણ જ્યાં પાંખ બની,
હૃદયની હૃદય સાથે વાત બની,
હૈયે લાગણી ભીનો છંટકાવ થઇ ગયો,
તારી જોડે કેવો લગાવ થઇ ગયો,
પ્રેમનો દરિયો પાર કરવા...
જો....
હું પણ પ્રેમ નૌકા પર સવાર થઇ ગયો,
તારી જોડે કેવો લગાવ થઇ ગયો!