Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
જીવન જીવવા માટે ઓછું પડે....
જીવન જીવવા માટે ઓછું પડે....
★★★★★

© Swati Silhar

Romance

1 Minutes   6.8K    8


Content Ranking

તું આવે ને જયારે જયારે મને અડકે,
મને આ જીવન જીવવા માટે ઓછું પડે.
બધાની વચ્ચે છુપતા છુપાતા,
કરે તું આંખનો અટકચાળો,
શરમથી લાલ થતા ગાલ જોઈ મારા,   
તું આછેરું મલકે,       
 મને આ જીવન જીવવા માટે ઓછું પડે.

 

મુઠ્ઠીભર માંગેલી ખુશીઓની સામે,         
તું સુખનો ઘુઘવતો સાગર થઈને છલકે,  
 મને આ જીવન જીવવા માટે ઓછું પડે.

 

હું તો વાંછટમાં ભીંજનાર માણસ,
 તું લાગણીઓનું વાદળ બની,       
મુશળધાર મારી પર વરસે,        
મને આ જીવન જીવવા માટે ઓછું પડે,
જિંદગીનું બીજું નામ એટલે તુ,            
 તારા પ્રત્યેક સ્પર્શે,તું પ્રેમ બની,        
મારી રગે રગમાં લોહીની સાથે પ્રસરે,     
મને આ જીવન જીવવા માટે ઓછું પડે.

પ્રેમ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..