Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shaurya Parmar

Inspirational Others

3  

Shaurya Parmar

Inspirational Others

લાગે તને કેવું ?

લાગે તને કેવું ?

1 min
247


આમ ઊંચે આકાશે,ઓલી દડદડતી

જાય જો વાદળી,તો લાગે તને કેવું ?

આમ નીચે આકાશે ઓલી સરસરતી

જાય એવી માતાની ઓઢણી જેવું !


આમ ઓતર દિશાથી ઓલી સમસમથી

આવે જો ઠંડી તો લાગે તને કેવું ?

આમ લેહરાતા પાક લાગે મરકમરક

મારી સામે શરમાતા હસતા હોય એવું,


આમ આવે ઉગમણીએ સૂરજ,

રંગાય જાય રજરજ તો લાગે તને કેવું ?

આમ પથરાય ઉજાશ ને ફેલાય પ્રકાશને

ઊડી જતા અંધકાર જેવું,


આમ અંધારે આકાશે ચાંદો ચમકે ને

ટમકે તારા ને હોય એકાંત તો લાગે તને કેવું ?

આમ મિત્ર હોય ચાંદો ને સખી બને રાત

પછી હું એકલતા ને હાશકારા જેવું,


આમ પર્વત બોલાવે તને પાસ ને

બોલાવે નદીઓ ને ખીણો, તો લાગે તને કેવું ?

આમ સુખ દુઃખ મરક મરક ને લાગે

કે જીંદગી નવી નક્કોર મળી હોય એવું.


Rate this content
Log in