Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
જિંદગીના મંચ પર મંચન
જિંદગીના મંચ પર મંચન
★★★★★

© Pragna Vashi

Others

1 Minutes   13.7K    7


Content Ranking

ભૂમિકા ’ગર ખોટી હો તો કૈં રીતે બદલાય પણ,
ને સમજની બહાર હો તો કૈં રીતે સમજાય પણ.

જિંદગીના મંચ પર મંચન કર્યું છે એટલે,
કૈં અદા પંકાય પણ ને કૈં અદા વંકાય પણ,

એટલું સ્વીકારી જે, ચાલ્યાં બધાં સુખી થયાં,
ભલભલાં ઉપર ચડી નીચે સુધી પટકાય પણ.

વૃક્ષ ટહુકાને પૂછે, 'ગર ના રહું હું એ પછી?'
શ્વાસમાં કાર્બન ભરીને કઈ રીતે જિવાય પણ !

સાવ સૂની શેરીના સૂનકારને રણકાવવા,
ક્યાંકથી ગબડે લખોટી મન ભલાં હરખાય પણ.

સ્થિર થાવાને મથો પણ યોજના ખોટી ઠરી,
હો ન ‘પ્રજ્ઞા’ સાથ તો આ જિંદગી પછડાય પણ.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..