Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

હવે ગમતો નથી

હવે ગમતો નથી

1 min
6.8K


હું અરીસાને હવે ગમતો નથી,
તે કહે છે, તું હવે હસતો નથી.

મેં કહ્યું કે, કેમ બોલે આમ તું?
તો કહે, સારું કશું કરતો નથી.

મેં કહ્યું, સારું ભલે ને ના કરુંં,
પણ કદી હું કોઈને નડતો નથી.

તો કહે, તેં આંસુ લૂછ્યા કોઈના?
કેમ એ માટે કદી ફરતો નથી?

શું કહેવું કાંઈ સૂઝ્યું ના મને,
આજ 'જશ' એનો ઉત્તર જડતો નથી.


Rate this content
Log in