Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chandrakant Sanghavi

Others

2  

Chandrakant Sanghavi

Others

બાળ વિધવાનું ગીત

બાળ વિધવાનું ગીત

1 min
7.0K

ચુડીના કટકા ને પગને ઠબે ઠેબે
દાબડીનુ કંકુ રેળાણું
સવાર પડી થઈ સાંજ ભાગ્યની
માડી મારી આંખે અંધારા ઉગ્યા...
 
ભમ્મરીયે કુવે સીંચણીયુ થઈને
અંધારે અંધારે ઉતરુ
નપાણીયા કુવામાં ખળખળતા ભાસે
માડી મારા ફુટી ગયા રે ભાગ...
ફાટફાટ છાતીએ ફાટ્યા
કાળમીઢ આખ્ખા પથ્થર ફાટ્યા
લલાટે લાગી ભભુતી ને
સેંથે કાળોતરા નાગ
 
મારા આંગણે ને પછીતે ઉગ્યા
લીલ્લા પોપટ છુટ્યાના ગાન
માડી મારી આંખે...
 
કાળે કાપડે મને વીંટી દીધી
મને બાંધીછે મુશ્કેટાટ
ડગલે ને પગલે જાકારા જાકારા
પવન પડ્યો ભસ્સ, દશે દિશાએ સન્નાટા...
કોઈએ ન પુછ્યુ આ સત્તરની છોકરીને
ખોના કોડીયા બુઝાણા
 
હે મારી માડી મારી જીવતી આંખોએ
ઘોર અંધારા ઉગ્યા...

Rate this content
Log in