Mukesh Jogi

Drama Fantasy


Mukesh Jogi

Drama Fantasy


ગઝલ- વ્હાલાં

ગઝલ- વ્હાલાં

1 min 14.1K 1 min 14.1K

તું પ્રથમ તો તરાસે છે વ્હાલાં,

તું જ પાછો તપાસે છે વ્હાલાં,


કોતરી હૂબહૂ છબી મનની,

ભાવ સુંદર જગાડે છે વ્હાલાં,


તું જગત ઘડીને પસ્તાયો,

ભૂખ મારી ઘડાવે છે વ્હાલાં,


આજ ઘડનારને ઘડી નાખ્યો,

કોણ કોને બનાવે છે વ્હાલાં,


છું રમકડું હું હાથનું તારા,

જોઉ કેવો રમાડે છે વ્હાલાં,


સાચી ખોટી કાકલૂદીમાં,

ઈશને કેવો ફસાવે છે વ્હાલાં,


આમ પથ્થર છું પણ નથી પથ્થર,

જે હૃદયમાં શ્ચસાવે છે વ્હાલાં.


Rate this content
Originality
Flow
Language
Cover Design