Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vinod Gusai

Others

3  

Vinod Gusai

Others

ખોવાયું છે

ખોવાયું છે

1 min
13.5K


દુનીયામાં ખોવાયું છે કાંઈક મારૂ હું શોધતો રહું છું;
નિતદિન જાઉં મંદિરે પથ્થરમાં પ્રભુ દેખતો રહું છું.

જોઉં ભુખથી ભટકતા ભૂલકાં ઠંડીમાં ઠરતા પાગલો,
રસ્તામાં જોઉં ઘણું, છતાં માનવતાને ભૂલતો રહું છું. 

ગીતા, રામાયણ, મહાભારતને અગરબતીથી હું પુજું,
નાની નાની વાતમાં હું જ મહાભારત રચતો રહું છું.

હાથ ફેલાવી ગરીબ આવે આપ્યું ન ફુલ દિલાસાનું;
કાંધ આપી પછી, સમાધિ પર ફૂલો ચઢાવતો રહું છું.

પુરખોના ઇતિહાસ મેં તપસ્યા રચાયા વાણી થકી,
એટલે જ થઈ ગયો 'મૌન' બસ કવિતા લખતો રહું છું.


Rate this content
Log in