Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

એકાન્ત થઈ ચાલ્યા

એકાન્ત થઈ ચાલ્યા

1 min
13.6K


મુસીબતને હસી નાખીને શ્વાસો શાંત થઈ ચાલ્યા,

એ ભજવાયા વિના સીધા જ લ્યો, કરુણાંત થઈ ચાલ્યા.

 

સરળ રીતે શીખવવાનો કર્યો તો એમણે દાવો,

જીવનની આંટીધૂંટી ખોલતાં દૃષ્ટાંત થઈ ચાલ્યા.

 

જે સામે છે એ સાચું છે, એ સ્વીકારી લીધું એથી,

સમયનાં વ્હેણ સામે પણ જુઓ, નિભ્રાન્ત થઈ ચાલ્યા.

 

હતી દીવાનગી એવી કે મૃગજળનેય પડકારું,

અચાનક કેમ સરતી રેત સંગ સંક્રાન્ત થઈ ચાલ્યા.

 

સવારે સાવ સૂને ટોડલે આવીને બેઠો કાગ,

છતાં શંકા હતી તેથી અમે એકાંત થઈ ચાલ્યા.


Rate this content
Log in