Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hasmukh Amathalal

Others

2  

Hasmukh Amathalal

Others

આપણેજ જીવન ને

આપણેજ જીવન ને

1 min
1.5K


કુમળા બાળકનું રુદન મને હચમચાવી ગયું,
તેને દર્દ થી રોતું જોઈ મન માં ઓછું આવી ગયું.

રાત્રીનો કમ્પાઉન્ડર સૂતો તેને સાંભળી રહ્યો છે;
ઊંઘ માં ખલેલ ના પડે તેને માટે કૈંક પ્રયાસ કરી રહ્યો છે. 

બાળકને રડતું જોઈ તેના મનમાં ઘણાજ ખતરનાક વિચારો આવે છે;
બાળકને ઊંધું સુવરાવીને પાછો ઊંઘી જાય છે.

બાળક કણસતું રહે છે અને ફરી રડવાનું ચાલુ કરે છે;
કમ્પાઉન્ડર ગુસ્સામાં ઊભો થાય છે અને એક પગને મરડી નાખે છે.

બાળક જોરશોરથી રડે છે અને કંપાઉંડર ફરી ઉઠે છે;
ત્રણ દિવસ ના બાળક નો બીજો પગ પણ તોડી નાખે છે.

મારું મન અરેરાટી અનુભવે છે અને રડી પડે છે;
"ક્રૂર માણસો અને આવો વિભાગ?" મન કલ્પાન્ત કરી નાખે છે.

નાના બાળક પાર આવો અત્યાચાર;
પૈસા લીધા પછી પણ આવો દુરાચાર.

માબાપ ખર્ચ ભોગવે અને બાળક ખોડખાપણવાળું રહે જન્મભર;
મારું મન વિચલિત થઈ જાય છે અને આંખો થઈ જાય છે સજળ.

જીવનમાં અભિગમ જ બદલાઈ ગયો છે;
માણસ, માણસ મટી હેવાન થઈ ગયો છે,
બીજાનું સુખ જોઈ ના શકતો રાક્ષસ થઈ ગયો છે.

"પ્રભુ પણ આમાં રાજી ન હોય"
શા માટે? આપણે જીવન ન કુરૂપ બનાવીએ છીએ.

"ઘડતરનો દોષ ન દેતા કદી પણ."  
આપણેજ જીવન ને દુષ્કર પુરવાર છીએ.


Rate this content
Log in