Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jignesh Vala

Tragedy

3  

Jignesh Vala

Tragedy

હું કેમ સમજાવું?

હું કેમ સમજાવું?

1 min
6.9K


રગેરગ ખોતરે પીડા તને હું કેમ સમજાવું?

ફરે અંદર ફરે પીડા તને હું કેમ સમજાવું?

હવે તો અેક ટુકડો શ્વાસનો કેવળ બચેલો છે;

નિરંતર કોતરે પીડા તને હું કેમ સમજાવું ?

નથી ચ્હેરા ઉપર હું આવવા દેતો હસી લઈને;

છે કાયમ ભીતરે પીડા તને હું કેમ સમજાવું?

તું ભાષા જાણતી ના હોય તો અે દોષ તારો છે;

હજી ટહુકા કરે પીડા તને હું કેમ સમજાવું?

બળદ માફક ખરેખર આપણે તો જીવવાનું છે;

યુગોથી જોતરે પીડા તને હું કેમ સમજાવું?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy