Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Others

3  

Harshida Dipak

Others

તું શાને એલ્યા ડોલ્યું ?

તું શાને એલ્યા ડોલ્યું ?

1 min
7.1K


પાંપણ બેઠું પતંગિયુ કંઈ હળવે હળવે ડોલ્યું
ઝબકીને જાગી ગ્યું મનડું ધીમું ધીમું બોલ્યું
તું શાને એલ્યા ડોલ્યું?
 
ભાત ભાતના ફૂલ ભરીને
નાની અમથી છાબ લઇને
ફરતી'તી હું મનમાં
ભીનીભીની જાત લઈને ,
સૂની સૂની રાત લઇને
ખળખળ થાતી તનમાં
 
રાત જાગતી તારા ગણતી મનડું મીઠું ખોલ્યું
પાંપણ બેઠું પતંગિયુ કંઈ હળવે હળવે ડોલ્યું
તું શાને એલ્યા ડોલ્યું?
 
પાદર-કાંઠે વડલા -ડાળે
હીંચકો બાંધી
આવને કાન્હા ઝૂલીએ
સંગ સંગ એ ઝુલે ..
ઝૂલતા તારી - મારી
પ્રીત -ગીતોમાં ખૂલીએ
 
મધમીઠેરાં તારા બોલે ભીતરનું પડ ખોલ્યું
પાંપણ બેઠું પતંગિયુ કંઈ હળવે હળવે ડોલ્યું
તું શાને એલ્યા ડોલ્યું?


Rate this content
Log in